સાવ આમ આકસ્મિક,
યાદોના સથવારે,
રસ્તે મળ્યા તો’ય,
રહ્યા સદાય કિનારે,
પડઘા ઘણા ઘ્વનિના હતા,
તો’ય રહ્યા મૌનના સહારે,
વિતેલી ક્ષણોના ધૂંટાય છે સ્મરણો,
પ્રત્યેક યાદોના વિચારે,
આદિત્ય બની રહ્યો, તુ’
જીવન ના અંધારે,
તારા હૃદય મહી વસી રહેશે ‘પ્રીત’
ને વિતશે મારી ક્ષણો,
તારા જ વિચારે,
આકસ્મિક હતો એ
પ્રસંગ કે,
આપણે મળ્યા,
શું ખબર હતી?
કે જીવી જઇશુ માત્ર
એક જ,
ક્ષણના સહારે……..
-પ્રીતિ પારેખ
No comments:
Post a Comment