તમારી આંખમાં ખોવાઇ ગયો,
જાણે હું સ્વર્ગથી જોડાઇ ગયો.
ખોવાયો જ્યારથી તમારી આંખોમાં,
જિંદગીમાં આનંદનો દોર ફેલાઇ ગયો.
તમારી આંખથી જ કરી,તમારા દિલની સફર.
એમાં, અમારી ધડકનનો ધબકાર, સંભળાઇ ગયો.
ધબકતો’તો હું માત્ર એકલો ‘‘અટૂલો’’
એ દિલમાં, એટલે રાગ આનંદનો છેડાઇ ગયો. તમારી…..
શોધતી રહી દુનિયા મને બહાર,
ને હું તમારી આંખમાં સંતાઇ ગયો.
નથી આવવું, આ દુનિયાની,સામે મારે.
એવો સાદ દિલથી બોલાઇ ગયો,
રહેવા માગું,
તમારી આંખમાં ઝિંદગીભર,
એવો અરમાન હૃદયથી જોડાઇ ગયો.
શું થશે આ અરમાન પુરા?
આ વિચારી ‘‘અટૂલો’’
શૂન્યમાં ખોવાઇ ગયો.
-સોલંકી રાકેશ બી. (અટૂલો)
No comments:
Post a Comment