નયનથી તમારા મને પોતાનો બનાવ્યો છે,
ને મનમાં મારા અદ્ભુત પ્રેમ જગાવ્યો છે.
કોણ જાણે કેવા કામણ કર્યા તે મુજ પર,
રાત-દિન યાદોએ તમારી બહુ સતાવ્યો છે.
મળ્યા મુજને ‘જીવનસંગીની બનીને…!,
જીવન જીવવાનો સરળ રસ્તો બતાવ્યો છે.
નિખાલસ વ્યક્તિત્વ છે છતાંય ઉદાસ રહેતો,
સ્મિત બની તમે સદાયે મલકાવ્યો છે.
સંગાથથી તમારા જીવન પ્રકાશિત થયું આ,
ને આભમાં તમે ‘વેદ’રૂપી તારો ચમકાવ્યો છે.
આગમનથી તમારા પરિપૂર્ણ જીવન થયું ને,
‘વેદ’ને તે તારી સાદગીથી સજાવ્યો છે.
ગમગીન થઈ બેસતો આપની યાદમાં જ્યારે,
સુંદર છબીએ તમારી ઉદાસીમાં હસાવ્યો છે.
જિંદગી લાગે હવે સ્વર્ગથી સોહામણી
‘વેદ’ના જીવનમાં તે પ્રેમનો પાલવ લહેરાવ્યો છે.
- કિરણ દરજી ‘(વેદ)’
પલ્લાચર (પ્રાંતિજ)
No comments:
Post a Comment