આંખ છલકાય છે જામથી,
આંખ છલકાય છે પ્રેમથી.
નવી આદત પડી લાગે છે,
આંખ છલકાય છે આંસુથી.
ન દિવસ જુએ ન રાત એ,
આંખ છલકાય છે વ્હાલ થી.
ઓળખાણ ચાર દિવસ ની,
આંખ છલકાય છે વર્ષો થી.
કેમ કરી રોકવી તેને હવે,
આંખ છલકાય છે નમી થી.
સખી અટકાવી દો અશ્રું,
દિલ છલકાય છે લોહી થી.
-‘‘સખી’’ દર્શિતા બાબુભાઇ શાહ
No comments:
Post a Comment