Google Search

Thursday, September 6, 2012

દિલ ચાહે છે……



સૌથી વઘું ખુશનસીબ એ આંસુ છે….
જેને તમારી આંખમાં જગા મળી ગઇ,

આવી જ જગા તમારા દિલ મહી,
દિલ ચાહે છે….

તમારા દુઃખ-દર્દ ખુદા પાસેથી છીનવી,
એને પોતાના કરવા દિલ ચાહે છે.

મંજીલ તો તમે છો મારી વર્ષોથી,
તે મંજીલને રસ્તામાં જ મળવા,
દિલ ચાહે છે….

જગ આખા ને ખબર છે
પ્રણય છે આપણી વચ્ચે,
તમને પણ એજ કહી દેવાને દિલ ચાહે છે.

ક્યાંક દૂર ન થાઓ તમે મારાથી,
ડરૂ છું, છતાય કહી દેવાને દિલ ચાહે છે.

જાણું છું આ બઘું સ્વપ્ન છે છતાય,
હકિકત નકારવાને દિલ ચાહે છે.

તમે ન મળો તો અઘુરી છે જીંદગી મારી,
તમારી વાટ સાતે જન્મે જોવાને,
દિલ ચાહે છે….

ક્યાં છો આજે તમે શોધે છે નયન મારા,
આ આંખો ને તમારા ચહેરાની શીતળતા, દિલ ચાહે છે….

તમે નથી આજે આ દુનિયા મહી,
તમારી હાજરી નો અનુભવ છતાય,
નાદાન ‘ક્રિષ્ના’નું દિલ ચાહે છે.

-‘ક્રિષ્ના’ કિશન દશાના

No comments:

Post a Comment