સમયના વહેણમાં વરસો વહેતાં ગયાં,
તમારી વસમી યાદમાં બેહાલ થતાં ગયાં.
જીવવા-મરવાના કોલ દીધા આપણે,
ભૂતકાળનાં શમણાં ભરી દેતાં ગયાં.
મિલન-આશામાં ઝૂરતાં-કણસતાં પરસ્પર,
વસમી વિદાયની વેળા કમને દેતાં ગયા.
હેતના રણમાં મૃગજળ પીવા દોડતાં,
આપની અમીભરી વાદળી લેતાં ગયાં.
હાલક-ડોલક મુજ નૈયાના આપ સુકાની,
ડૂબવાને સારું મઝધારે તરછોડતાં ગયાં.
યાદને પણ યાદ રાખવા જીવ્યા સારું,
ફરિયાદને પણ ફરિયાદની યાદમાં છોડતાં ગયાં.
-લાભેશ શુક્લ, (વઢવાણ)
No comments:
Post a Comment