Google Search

Thursday, September 6, 2012

ગમે છે



કુદરતની સૌગાત સુંદરવન ગમે છે
ઉપવનમાં શોભાયમાન
સુરેખ સુમન ગમે છે.

આફતાબને અવની, ચાંદ ને ચાંદની ગમે છે.
એમ મ્હને પણ તમારો સુંદર વદન ગમે છે.

મશગૂલ હતા વાતોમાં અમે એકમેકમાં, ને
એમના આનન પર પ્રસરાવતું
મંદ-મંદ મુસ્કાન ગમે છે.

‘ધીરજ’ને નેણના નજરાણા,
પાંપણના પલકારા,
મોહક એવા તમારા આ
કાજળભર્યા નયન ગમે છે.

શાંત, સુશીલ, ને વળી બહુ બોલકી, બસ
મ્હને તો તમારું આ સાદગીભર્યું
જીવન ગમે છે.

-સેનમા ધીરૂ એચ. ‘‘ઉદાસ’’
(વિસનગર)

No comments:

Post a Comment