Google Search

Thursday, September 6, 2012

નિર્દોષ ખ્યાલે…..



ઉમંગ ઉછળે આજ મનમાં કોઇના સહારે,
ભ્રમણ આજ સંગદિલનું જાણે એના સથવારે.

સમયવનના કસબી બનવાની એ મથામણ,
છતાં ઉજાસ આપના ખ્યાલનો શબ્દના અજવાળે.

સ્વપ્ન ને વાસ્તવ બદલાઇ ગયા એકમેક જાણે,
જીવનમાં ઘણું વિસરાય ને સ્વપ્ન વારેવારે.

સમજાવે નિયતી બદલાવના વાસ્તવને જાણે,
છતાં મોસમ મારી હસ્તગત કોઇ મઘુર ખ્યાલે.

ક્ષણોની સાધનાને વિતરાગ પથરાવતી ક્ષણો,
છતાં નિર્દોષપળની સ્મૃતિઓ મનને સહજ બદલાવે.

-જગમાલ રામ ‘સુવાસ’

No comments:

Post a Comment