Google Search

Thursday, September 6, 2012

પ્રેમની નિશાની



મારા આવવાથી સમીપ તારા ઉરના,
ધબકાર જો વધી જાય,
એ તારા પ્રેમની નિશાની છે,

મને જોતાં જ તારા અધરોનાં કિનારે,
એક સ્મિત જો છલકી જાય,
એ તારા પ્રેમની નિશાની છે,

મારા સ્પર્શની અનુભૂતિ માત્રથી તારા,
નેત્રો જો ઝૂકી જાય,
એ તારા પ્રેમની નિશાની છે,

વસંતના આ વાયરામાં તારી ફોરમ મ્હેકતાં,
ચોતરફ ફુલો જો ખિલી જાય,
એ તારા પ્રેમની નિશાની છે,

શશિ નભમાં ખિલ્યો હોય ભલે,
તને જોઇને જો છૂપી જાય,
એ તારા પ્રેમની નિશાની છે,

સ્મરણોનાં છેડા નથી હોતા પ્યારમાં,
યાદ કરું તને ને જો તું આવી જાય,
એ તારા પ્રેમની નિશાની છે.

-રાકેશ એચ.વાઘેલા ‘રાહી’

No comments:

Post a Comment