[1]બપ્પોર
ઘરોના નળમાં ‘બુડ…બુડ…’ અવાજ
ને ડોલોને ઉપડે રિક્તતાની ખાજ,
સૂના રસ્તાના અવાવરૂ બિસ્તર પર
એકલ-દોકલ બગાસાં ખાતી સુસ્ત હવા,
નિર્વસ્ત્ર ડાળો પર જામી ગયેલો સન્નાટો,
ફરતા પંખા પરથી ચરકતો સમય
દીવાલોના ગાલ પર ગરમ ચચરાટ બની ચોંટી જાય છે
ને
ત્રસ્ત કો’ ચહેરા પરથી
ટપકતો ખારો અજંપો…
ગલીના નાકે
એકાદ રડ્યાખડ્યા જનાવરના મુખમાં
વાગોળાતો સૂર્ય
પછી
પોદળો થઈ પથરાય
અને
ચોમેર
બદબૂ….બદબૂ… બદબૂ…
- વિવેક મનહર ટેલર
[2] એક વાદળી પૂછે… – આશિષ ઉપાધ્યાય
એક વાદળી પૂછે આભ ને હું મન મૂકીને વરસું ?
પણ આભ કહે આ નીચે રહેલાઓનું શું કરશું ?
એને મન તો વાદળી એક અલ્લડ તરુણી ને
આભ એક સુંદર પણ જુવાન ભોળો શો.
બંનેના મિલન વિશે લોકો રાખે ધારણાઓ,
આવા તે મિલન મા હશે છાનુંછપનું શું ?
આભ કહે સારા માણસોનું તો શું કહેવું પણ…
પણ વાદળી કહે અદેખાની આંખ મા ખટકશું.
નિર્ણય તો બંને એ લીધો એવો છેલ્લે કે
ધારવું હોય એ ધારે એમાં આપણે છે શું ?
આપણે તો મન મૂકી એવા વરસશું
કે બધાને આપણા હર્ષાશ્રુમાં ભીંજવશું..
[3]વાત કરી લઉં છું… – જય શાહ
તનહાઈને જીવનમાંથી બાદ કરી લઉં છું !
કોઈ નહીં તો અરીસા સાથે વાત કરી લઉં છું !
મને શું કામ રંજ હોય તારા ના મળવાનો
તારા ભ્રમ સાથે રોજ મુલાકાત કરી લઉં છું !
તસલ્લી તો રહે દિલ ને કોઈ ને હરાવવાની
લડું છું જાત સામે જ અને મહાત કરી લઉં છું !
ખુદા, તું પણ છેવટે તો રહ્યો આ કળયુગનો
તારી સામે પણ લાંચની રજૂઆત કરી લઉં છું !
જીવનનો જુગાર કો’ક દી તો જીતીશ એ આશથી
રોજ એક નવી શરૂઆત કરી લઉં છું !
એટલો પણ ખરાબ નથી કે તને બેવફા કહું,
હું પણ અરીસો જોવાની તાકાત કરી લઉં છું.
ઘરોના નળમાં ‘બુડ…બુડ…’ અવાજ
ને ડોલોને ઉપડે રિક્તતાની ખાજ,
સૂના રસ્તાના અવાવરૂ બિસ્તર પર
એકલ-દોકલ બગાસાં ખાતી સુસ્ત હવા,
નિર્વસ્ત્ર ડાળો પર જામી ગયેલો સન્નાટો,
ફરતા પંખા પરથી ચરકતો સમય
દીવાલોના ગાલ પર ગરમ ચચરાટ બની ચોંટી જાય છે
ને
ત્રસ્ત કો’ ચહેરા પરથી
ટપકતો ખારો અજંપો…
ગલીના નાકે
એકાદ રડ્યાખડ્યા જનાવરના મુખમાં
વાગોળાતો સૂર્ય
પછી
પોદળો થઈ પથરાય
અને
ચોમેર
બદબૂ….બદબૂ… બદબૂ…
- વિવેક મનહર ટેલર
[2] એક વાદળી પૂછે… – આશિષ ઉપાધ્યાય
એક વાદળી પૂછે આભ ને હું મન મૂકીને વરસું ?
પણ આભ કહે આ નીચે રહેલાઓનું શું કરશું ?
એને મન તો વાદળી એક અલ્લડ તરુણી ને
આભ એક સુંદર પણ જુવાન ભોળો શો.
બંનેના મિલન વિશે લોકો રાખે ધારણાઓ,
આવા તે મિલન મા હશે છાનુંછપનું શું ?
આભ કહે સારા માણસોનું તો શું કહેવું પણ…
પણ વાદળી કહે અદેખાની આંખ મા ખટકશું.
નિર્ણય તો બંને એ લીધો એવો છેલ્લે કે
ધારવું હોય એ ધારે એમાં આપણે છે શું ?
આપણે તો મન મૂકી એવા વરસશું
કે બધાને આપણા હર્ષાશ્રુમાં ભીંજવશું..
[3]વાત કરી લઉં છું… – જય શાહ
તનહાઈને જીવનમાંથી બાદ કરી લઉં છું !
કોઈ નહીં તો અરીસા સાથે વાત કરી લઉં છું !
મને શું કામ રંજ હોય તારા ના મળવાનો
તારા ભ્રમ સાથે રોજ મુલાકાત કરી લઉં છું !
તસલ્લી તો રહે દિલ ને કોઈ ને હરાવવાની
લડું છું જાત સામે જ અને મહાત કરી લઉં છું !
ખુદા, તું પણ છેવટે તો રહ્યો આ કળયુગનો
તારી સામે પણ લાંચની રજૂઆત કરી લઉં છું !
જીવનનો જુગાર કો’ક દી તો જીતીશ એ આશથી
રોજ એક નવી શરૂઆત કરી લઉં છું !
એટલો પણ ખરાબ નથી કે તને બેવફા કહું,
હું પણ અરીસો જોવાની તાકાત કરી લઉં છું.
[4]ઉનાળો
ઉનાળો આયો,ઉનાળો આયો
આકાશમાં ચમકતો સુરજ લાવ્યો.
તરબુચ અને કેરી ખાવાની આવે મજા,
સુરજ ઠંડીને કરે કઠિન સજા.
દરરોજ ફેશનનાં કપડાં પહેરવાના,
અને વેકશનમાં લીલાલહેર કરવાની.
ગરમ કપડાંને કબાટમાં પુરી દેવાના,
અને ચાલુ પંખા નીચે આરામથી રેહવાનું.
સમર કેમ્પમાં જવાની આવે મજા,
અને ઠંડીને થાય બરાબરની સજા.
-ઉદિત પંડિત
[5]ઉનાળો(2)
ટુંકી ટુંકી ચડી પ હેરી,
ઝીણી ઝીણી બંડી,
ઓરડે આવી ચડ્યો ઉનાળો,
ઠેકી ઘરની વંદી.
પંખા એવા ફરતા જાણે,
ઘરમાં ચાલે ચક્કી,
શહેર સડકો તપતાં એવાં,
શેરીઓ લાગે ભઠી.
પરીક્ષાઓ થઈ પુરી,
રમવાને લીલી ઝંડી,
લાલ પીળા બરફના ગોળા,
તેણીયં તેસથી ખાતાં.
કોયલ બને આંબે બેસી,
ગીત મજાનાં ગાતાં.
ગરમ ગરમ કપડામાં પહેરીએ,
પુરાઈ ગઈ ચી તઠંડી.
-ઉદિત પંડિત
No comments:
Post a Comment