Google Search

Wednesday, March 14, 2012

Gujarati Poems IV


શું ખબર ક્યારે !!!


ગુરૂજી “સાકેત દવે” એ એક પંક્તિ લખી ને પછી મારી , એમની અને “મિત્ર ઋષિ ઘડાવાલા”…આ ત્રણ જણ ની જુગલબંધી માં ઘણું લખાયું…જે આપની સમક્ષ મૂકી રહ્યો છું…!!!
: સાકેત દવે ની પંક્તિ ઓ :
દરેક બુંદ સાચવીને રાખજે
અશ્રુની,
શું ખબર ક્યારે
કયા દરિયાને એની જરૂર પડશે……
—————————————-
સાચવીને ખર્ચજે આ
જીવનના સંભારણાં
શું ખબર ક્યારે
કયા ઘાવને એની જરૂર પડશે…..
—————————————-
દરેક ધબકાર સાચવીને ગુમાવજે
હૃદયના
શું ખબર કયો મિત્ર
આવવામાં મોડો પડશે….
—————————————-
: મારી (જીગર બ્રહમભટ્ટ) પંક્તિઓ :
તારા જુસ્સાને સાચવીને રાખજે
એ યુવા,
શું ખબર ક્યારે
દેશ ને એક ભગતસિંઘની જરૂર પડે !!!
—————————————–
તારા અહંકાર ને કાબુ માં રાખજે
એ માનવી,
શું ખબર ક્યારે
પોતાના જ કર્મ પર પસ્તાવાનો વારો આવશે !!!
————————————————-
મારા પ્રેમની શુદ્ધતા સમજી લેજે
ઓ પ્રિયે,
શું ખબર ક્યારે
મને ગુમાવાનો તને ભારે પસ્તાવો થાય !!!
————————————————-
મારા આવા વર્તનથી ખોટું ના લગાડીશ
હે પુત્ર,
શું ખબર ક્યારે,
તારે પણ તારા બાળક માટે આવા વર્તન નો સહારો લેવો પડે !!!
—————————————————————-
: મિત્ર ઋષિ ઘડાવાલા ની પંક્તિઓ :
સાચવીને રાખજે તારો દરેક શ્વાસ
જીવનનો,
શું ખબર ક્યારે
જરૂર પડશે કોઈના મૃત્યુને સહારો આપવા !
———————————————
સભાનપણે વાપરજે જીવનની
પ્રત્યેક ક્ષણ,
કોને ખબર ક્યારે
ઉપરવાળાને હિસાબ આપવાની જરૂર પડે !
- થેંક યુ સાકેત સર અને ઋષિ ઘડાવાલા ને !!! મને આવી જુગલબંદી કરવાનો અવસર આપ્યો !!!
---------------------------------------------------------------------------------- 



આપણે કોણ !!


જીંદગી ની વ્યાખ્યા આપવા વાળા આપણે કોણ !!
આપણે તો ખુદ આ જીંદગીની પહેલી ને સમજી રહ્યા છે….
ઈશ્વરને દોષ આપનાર આપણે કોણ !!
આ સરળ ને સુંદર દુનિયા નેતો ખુદ આપણેજ આડકતરી કરી રહ્યા છે….
બીજાની હમેશા ભૂલો કાઢવા વાળા આપણે કોણ !!
જયારે આપણે ખુદ આપણું જ જીવન શુદ્ધ કરવા મથી રહ્યા છે….
પ્રેમ હમેશા દુખ આપે છે એવું કેહનારા આપણે કોણ !!
આજના અજ્ઞાની સમાજમાં પ્રેમની વ્યાખ્યા જ આપણે હજી ગોતી રહ્યા છે….
કોઈના માં-બાપના સંસ્કારને ખરાબ ગણનાર આપણે કોણ !!
આપણે તો આજકાલ બધુંજ એકબીજાની ટેવો-કુટેવોમાંથી શીખી રહ્યા છે….
આપણે કોણ ?
જવાબ સરળ છે પણ આપણે છતાંય એને અઘરો બનાવતા ગયા છે….
-------------------------------------------------------------------------------------------

પ્રાર્થના


જીવી લો જીંદગી ને, બનાવી લો સપના…
એ સપના પુરા કરવાની બસ એક જરાક કોશિશ અને,
એ સપના ની દુનિયા માં તમારો દરેક અહેસાસ…..
એ અહેસાસ તમે જલ્દી અનુભવો અને,
તમારી એ ખુશી દોડતી આવીને તમારા મુખ પર સ્મિત લાવી દે,
- એવી આજની મારી પ્રભુને પ્રાર્થના…
---------------------------------------------------------------------

ગુરૂપૂર્ણિમા


ગુરુ નો ખરો અર્થ તો ગુરુ જેવો રહ્યો નથી આજકાલ પણ છતાંય, જેમની પાસે થી હું કૈક પણ શીખ્યો – એવા મારા શાળા ના અમુક શિક્ષક, કોલેજ ના અમુક શિક્ષક, અમુક મિત્રો, અને બીજા ઘણા બધા લોકો જેમની પાસે થી અલગ રીત ની પ્રેરણા મળી,
એ બધા ને ગુરૂપૂર્ણિમા ના દિવસે નમન કરું છું !!!
મારા ગુરુ બહુ બધા છે કારણ કે મને લોકો પાસે થી કૈક શીખી લેવાની ટેવ છે….. :)
-> છેવટે તો, માતા-પિતા અને અનુભવ જ શ્રેષ્ઠ શિક્ષક છે !!!
-------------------------------------------------------------------------
જીગર બ્રહમભટ્ટ. 

No comments:

Post a Comment