Google Search

Wednesday, March 14, 2012

Gujarati Poems III


સંગીત એટલે ?


એકલતા માં આપણી જોડે રહી દુખડા રડવા સાથ આપતું મિત્ર…
મિત્રો સાથે જલસા કરતા હોઈએ ત્યારે ખુશી માં વધારો કરતા ગીતો…
લાંબી મુસાફરી માં જતા જતા પેલી 3 સીડી બનાવાનું ખાસ ના ભુલાય એવી તાલાવેલી…
કોઈ ના મૃત્યુ પછી એમને યાદ કરીને અને મન ને શાંતિ આપવા ગવાતા અદભુત ગુજરાતી ભજનો…
ઈશ્વર ને પુકારવા ને એમની સાથે એકતાર થવા માટે ગવાતી “પ્રાર્થના”
પ્રેમિકા ને રડતી હોય તો કપાળ પર નાનું ચુંબન કરી એને મનાવા માટે ગાવું પડતું એનું પસંદનું ગીત…
અદભુત સંગીતની રચના કરવા માટે પ્રેરણા લેવા માટે બીજા સંગીતકાર ની ધુનો માં ખોવાઈ જવાની રીત…
પિયરે જતી દીકરી ની વસમી વિદાય ટાણે રડતા હૃદયે ગવાતું “દીકરી તો પારકી થાપણ કહેવાય”…
આજે પણ ગામડાઓમાં લગ્ન પ્રસંગે સામસામા પક્ષની સ્ત્રીઓનાં હસી-મજાકમાં ફટાણા ગાવાની પરંપરા…
નાનકડા પ્યારા બાળકને ઝુલાવતાં ઝુલાવતાં ગવાતું લાડકું હાલરડું..
વહેલી સવારમાં મોટે ભાગે ‘પ્રભાત’ રાગમાં ગાવાનું વિષ્ણુપદ “પ્રભાતિયું”
એવી ધૂન જેને સાંભળી ને થનગન કરવા માટે મચી પડતા આજકાલ ના “ડાન્સિંગ” યુવાન…
ડાન્સ ક્લબ માં નશીલું વાતાવરણ ઉભું કરવા માટેની એક દવા…
ધર્મ કે જાતિપાત સાથે કોઈ જ લાગુ પડતું ના હોય એવી એક લૌકિક ભાષા…
નાગરિકો ને એમની માતૃભુમી જોડે સાંકળતા “રાષ્ટ્ર ગીત, રાષ્ટ્ર સંગીત”…
સંગીત એટલે પ્રેમ, દુખ, ખુશી, ઝનુન, આતુરતા, સંતોષ, દેશપ્રેમ, મિત્રતા, સાથી , ઈશ્વર, એક કળા..
---------------------------------------------------------------------------------------------------

મુક્તકો – ૨


મારા પ્રેમ નો અસ્વીકાર કર્યો એનો કોઈ ગમ નથી…..
પરંતુ દુખ તો તારા નિર્ણય થી તે ગુમાવ્યો “જીગર”, એનું છું..
********************************************************
જો શબ્દ ની જમાવટ કરવી એટલી જ સરળ હોત તો જોઈતું તું જ શું…
ગુજરાતી ભાષા ને વિશ્વભર માં મશહુર થતા રોકતું તુજ શું…?
********************************************************
બધું ગુમાવી દીધું, એવા વિચાર માત્ર થી જીવન ખતમ નથી દોસ્ત…
આશા નું એક નાનું કિરણ પણ તારા જીવન ને ફરી જગમગતું કરી દેશે….
********************************************************
રાહ જોઈને ઉભો હતો ક્યારનો…..વિચાર્યું તું કે ગુસ્સો કરીશ તારા પર !!!
તારું આગમન અને તારું સ્મિત જોતા જ હૃદય લાગણી ઓને વશ થઇ ગયું…
********************************************************
----------------------------------------------------------------------------------------

પ્રેમના સંવાદ – ૨


જીગર અને અમી ના પ્રેમ સંબંધ નું એક વર્ષ પૂર્ણ થયું એ અવસર પર , જીગર એની કોલેજ માં એને શોધી રાખેલી એક જગ્યા એ અમી ને લઇ ગયો…..
જગ્યા નું વર્ણન:
“લાકડા ના પાટિયા થી બનાવેલ રસ્તા પર થોડું ચાલી ને આવે એક નાનકડો લાકડા નો બ્રીજ, જેની નીચે થી વહેતી પાણીની નાની ધારા…..એ બ્રીજ ની સામે લાકડા નો નાનો રૂમ જેની ફરતે આંટો મારી શકાય એવી બાલ્કની અને એ ઉપરાંત ચારેય બાજુ લીલીછમ હરિયાળી અને પક્ષીઓના કર્ણપ્રિય કલરવ અને માણસો ની ભાગ્યે જ વસ્તી…..સાથે સાથે બેસવાની લાડકા ના પાટિયા પણ ખરા…..”
ચંદ્ર થી શોભતી ચાંદની દુર થવાની તૈયારી જ હતી અને સૂર્ય પણ આવું આવું જ કરતો તો એવા વહેલી સવાર ના સમયે બંને ત્યાં ગયા…..
લાકડા ના પાટિયા પર અમી ના સેન્ડલ ના પગલા પડતાજ પક્ષીઓની સવાર પડી અને મીઠા કલરવ સાથે જીગર-અમીનું સ્વાગત થયું…..
બ્રીજ પાસે આવતા જ,
અમી: (જીગર ના હાથ માં હાથ નાખીને) આ પાણી નો અવાજ બહુજ મસ્ત છે…..
જીગર: મને પણ ગમે છે…..લાગે છે જાણે આપડી એક અલગ દુનિયા માં આવી ગયા…..
અમી: હમમ…..(માથું જુકાવી ને…..જીગર ના ખભે)
એકબીજા ને આંખો માં આંખ નાખી બંને બાંકડા પર બેઠા…..
(વાતાવરણ અદભૂત હતું. પક્ષીઓના નાદ ઉપરાંત ઠંડો ફૂંકાતો પવન અને પાંદડાઓનું હલન-ચલન)
અમી: તારી આંખો માં જોવું બહુજ ગમે છે…..મને કૈક કેહતી હોય આવુંજ લાગ્યા કરે છે…..
જીગર: મને જોતી વખતે તું જેટલું સરસ હસ્તી હોય છે એ જોઈ ને જ હું બહુ ખુશ થઉં છું.
જીગર: સાંભળ, તારા માટે કૈક લાયો છું….ઉભીરે લઈને આવું !!
(જીગર ડબ્બા માં કૈક લઈને આવે છે)
અમી: શું લાયો ? ઓહો….બટાકા પૌવા …..આપણે ચાલવા જતાતા ત્યારે દરોજ ખાતા તા નૈ….? ક્યાંથી લાયો સવાર સવાર માં ?
જીગર: બકા….આજના દિવસે થયું કે તારા માટે કૈક કરું….એટલે કાલે મમ્મી ને પૌવા ખાવા છે એમ કહી ને,બનાવાની રીત જોઈ લીધીતી….આજે વહેલો ઉઠ્યો, બધું સમાર્યું, બનાયું અને ગરમ ગરમ લાયો તારા માટે…..કેહ હવે કેવા બન્યા છે !!
(અમી ની આંખ માં આંસુ આવી ગયા)
અમી: જીગર….આટલો પ્રેમ કરવાનો મને ?….તું કેમ આટલો સારો છે ?
જીગર: તને ગમું છું એટલે….(એમ કહીને ચમચી થી ખવડાયું અમી ને..)
અમી: સરસ છે…..(પછી બંને એ એકબીજા ને ખવડાયું થોડું)
(જીગર અમી ના ખોળા માં માથું રાખીને થોડો આડો પડ્યો)
જીગર: (અમી ની સામે જોઈ) “તુમસે મિલકે એસા લગા…તુમસે મિલકે…..”
(અમી એ પણ છોકરી તરફ નું ગીત ગયું અને બંને જણ હાથ પકડી ને થોડા સપના ઓમાં જતા રહ્યા)
થોડી વાર માં…એક નાનું પ્રકાશ નું કિરણ પેલા ઝાડવા માંથી અમી પર પડ્યું અને એની આંખો ખુલી ..
જીગર ની આંખો ખુલ્લી જ હતી….એની સામે જ જોતી તી…..
અમી: આ સપનું હતું કે શું ?
જીગર: ના…પણ આપડે જરાક પ્રેમ મા પડી ગયા તા ને બકા…..
---------------------------------------------------------------------------------

મુક્તકો-૧


ક્રાંતિ ની ભાવના જગાડ તું ને તુજ બદલાવ નો પ્રણેતા બન…
સંભાળે છે ? યુવા ભારત……!!! તુજ નવા ભારત ની શોધ બન.
————————————————————–
સલાહ આપી મેં એમને પોતાના સમજી ને,
બદલા માં મળ્યું ઉપનામ “દોઢ ડાહ્યો” કરીને…
કેહતા મને કે કહો કૈક આપના વિષે દિલ ખોલીને…
કીધા પછી પુકાર્યો મને “મગરૂર” કહીને…
————————————————————–
જનમ આપે છે માતાઓ ભલે એ શુરવીરો ને,
પણ વસવાટ છે પ્રથમ માતૃભુમી નો એમની રગેરગ… 
---------------------------------------------------------------------------


તારા પ્રેમ ની વાટે પહેલુ પ્રેમ પત્ર લખાયુ હતુ,
ત્યારે જાણે જિંદગી નુ રંગીન સોપાન રચાયુ હતુ,
પળે પળે રડતુ તૂ આ દિલ -
જ્યારે તારી “ના” મા પણ વાટ નુ સ્વરૂપ દેખાતુ હતુ,
આજે ઍજ પ્રેમ ની વાટ રૂપે,
મારી આત્મકથા નુ છેલ્લુ પાનુ લખાયુ હતુ…! 

-----------------------------------------------------------------

- જીગર બ્રહ્મભટ્ટ 

No comments:

Post a Comment