Google Search

Wednesday, March 14, 2012

Gujarati Poems I


પગલી


જીવવાની કળા હવે મને શીખવી દે તૂ
સુખ શુ હોય ઍની જાણ કરી દે તૂ
ખબર છે મને ઍટલી કે
પ્રેમ તો દુનિયા ભૂલાવી જાણે છે
હવે તારા પ્રેમ ની વ્યાખ્યા ખુદ કહી જ દે તૂ
કસોટી ખુદા કરશે જ ઍ જાણી લે તૂ
ડગ્વુ નહી પ્રેમ મા ઍવી બની જજે તૂ
પ્રેમ ની ઋતુ આવશે ઍમ કહી મંન મનાવતી તૂ
પ્રેમ તો ઍક અહેસાસ છે, મહેસુસ કરી લેજે તૂ
----------------------------------------------------

ગીત


શબ્દો…….જડતા નથી મને શબ્દો;
સુર…….બેસુરો જ લાગ્યા કરે છે આનો સુર;
પ્રાસ…….બેસાડતા બેસતો જ નથી આનો પ્રાસ;
લાગણી…….દિલ પિગાળે ઍવી નથી અનુભવાતી આમા લાગણી;
કથા……પ્રેમ થાય ઍવી નથી રચાતી ગીત ની કથા;
શબ્દકોશ…..ભાવનાઓને રજુ કરવા ઓછો પડે છે શબ્દકોશ;
ગીત……લખવા બેઠો છુ પણ લખવુ કાઇ સહેલુ નથી આ ગીત. 

---------------------------------------------------------------------


ખબર નહી શુ હુ પોતાની જાતને ગણી બેઠો,
બધા નો ખાસ પોતાને સમજી બેઠો,
ના સમજ હુ કે પછી આ દુનિયા ના લોકો,
મીઠા સંબંધ ની શોધમા અંધકાર ને મળી બેઠો.
હવે ના કોઈ વિચાર કશું પામવાના,
કે ના આશાઓના દ્વાર બાંધી નાખવાના,
સમજતો તો સમજી ગયો છુ બધુ આ દુનિયા મા,
પણ છતાય ક્યારેક તો કડીઓના છેડા ભાંગી જવાના.
ગીતા મા ભગવાન કૃષ્ણઍ કહ્યુ ઍમ,
મારૂ શું હતુ , કે હું રડી રહ્યો છુ,
કે પછી હું શું લાવ્યો , જેને ગુમાવી બેઠો ?
સમજી લે “જીગર” આજે ઍ શબ્દો ફરી કે,
ગઈ ઍ કાલ હતી અને જે આવશે ઍ કાલે આવશે.


---------------------------------------------------------------------



જાણો છો પ્રેમ ને ?


પ્રેમ વગર ની દુનિયા કદી મળતી નથી
પ્રેમ વગર નો માનવી કદી હસતો નથી
હો…હસતો નથી…જડતો નથી..
પ્રેમ સર્વત્ર છે, પ્રેમ અમર છે.
લા લા લા લા લા…
શુ જાણો છો પ્રેમ ને ?
પ્રેમ નો જૂનો છે ઇતિહાસ ગણો આ દુનિયા મા
લાગણી થી ભરપુર ,ઍવો ઍક સંબંધ આ દુનિયા મા
હો, બીજા ના થઈ, જીવાની મજા
દુઃખ એનું  જોઈ, દુખી થાવાની સજા
હો, પ્રેમ ની ઋતુ છે સદા
પ્રેમ વગર ની દુનિયા કદી મળતી નથી………………
ચોરી ચોરી ઍકબીજા ને મળવાની આવે મજા
હાથો મા હાથ નાખી ફરવાના આવે જલ્સા
હો, ખોટુ લાગે તો, મનાવાની સજા
ડાર્લિંગ કહી બોલવાની છે મજા
હો, પ્રેમ તું  કરી લા જરા
પ્રેમ વગર નુ જીવન જીવુ ગમતુ નથી
પ્રેમ વગર ખુશીઑથી જીવન ભરતુ નથી
હો, ગમતુ નથી..મિત્રો ગમતુ નથી
પ્રેમ સર્વત્ર છે, પ્રેમ જીવન છે
લા લા લા લા લા….
શુ જાણો છો પ્રેમ ને ?
જલ્દી જાણી જાઓ પ્રેમ ને….
------------------------------------------------------------------------------

મન ની વાત


ખોટા વખાણ નો મને શોખ નથી,
કડવી સચાઈ માં મને વધારે મીઠાશ લાગે છે…
ધર્મ કે જાતિ ના ભેદ માં હું માનતો નથી,
કર્મો અને વિચારો થી જ  માણસ ની પરખ થાય છે…
ના સમજ એ કે જેને સ્વભાવ ની સુંદરતા માં રસ નથી,
દેખા-દેખી માં જીવતા એવા જીવ પર મને દયા આવે છે…
હશે, લોકો ને સુધારવા એ તારા બસ માં નથી “જીગર”
અનુભવ અને સમય શ્રેષ્ઠ શિક્ષક છે એમ માનવામાં જ ભલાઈ લાગે છે…
-----------------------------------------------------------------------------
- જીગર બ્રહ્મભટ્ટ 

No comments:

Post a Comment