Google Search

Wednesday, March 14, 2012

Gujarati Poems V


હું કોણ ?


હું છું સવાલ સહેલો, ને એટલોજ અઘરો જવાબ છુ
માણું જીંદગીની પળો નિરાલી, એવો એક વિચાર છું;
સંજોગોની જબરજસ્તી સમજી શકુ, એવો એક અનુભવ છું;
જીવન કસોટીઓ પર વિજય મેળવું, એવો એક લડવૈયો છું;
સાચા પ્રેમનું ઉદાહરણ બની શકું, એવો એક પ્રેમ-સંબંધ છું.
મનના વિચારોને શબ્દોમા આલેખું, એવું એક લેખન છું;
સંબંધો ને પૂજું હમેશા, એવો એક સ્વભાવ છુ;
ઈશ્વર સાથે મનની વાતો કરું, એવો એક બાળક છું.
નિશ્ચિત લક્ષ્યોને પામવા અથાક વિહરતું, એવું એક પક્ષી છું.
અહંકારી વિચારોને થોભી શકું, એવો એક નિર્ભેદ્ય છું.
માતૃભૂમિના ઋણને ચુકવવા પ્રયત્નશીલ, એવો એક નાગરિક છું.
“સાચા-સારા માણસ” ની વ્યાખ્યા ખોજતો,એવો એક વિદ્યાર્થી છું.
દ્રષ્ટિકોણ રહ્યા છે જુદા જુદા મારા વિષે,
પરંતુ અંતે તો સમયને હસ્તક એક ખુલ્લી કિતાબ જ છું.
 

-------------------------------------------------------------------------------------


એવું પણ બને ક્યારેક
કે
વર્ષારૂતુના ઘનઘોર ઘેરાયેલા વાદળો જેવા
એકમેક થી જોડાયેલ માનવ સંબંધો
બસ
એક નાનકડી ગેરસમજ થી
એક પળ જીવતા સુક્ષ્મ ટીપાં જેવા થઇ જાય.
- – - – - – - – - – - – - – - – - – - – - – - – - – - – -
એવું પણ બને ક્યારેક
કે
સુંદર સફળતાથી ભરાતો આનંદી જીવનનો ઘડો
ફક્ત
ગમંડ અને સ્વાર્થ ના જરાક અમથા છલકાટથી
ડગું-મગુ થઇ છેવટે તૂટી જાય.
- – - – - – - – - – - – - – - – - – - – - – - – - – -
એવું પણ બને ક્યારેક
કે
હમેશા અવગણેલી પિતાજીની
સમજણભરી શિખામણો
એક
કડવા અનુભવ પછી જ સાચી લાગે
ને ત્યારે ફક્ત
અફસોસની પાળ બાંધવાનો જ અવસર મળે.
- – - – - – - – - – - – - – - – - – - – - – - – - – - -
એવું પણ બને ક્યારેક 
કે
આપણે અપમાનિત કરેલ કોઈ વ્યક્તિ
મુશ્કેલી ના સમયે મદદ માટે આવે
ને
આપણી તુચ્છ માનવતા નો અહેસાસ કરાવી જાય.
- – - – - – - – - – - – - – - – - – - – - – - – - – - – - – -
એવું પણ બને ક્યારેક
કે
ચોપડીના પાનામાંથી મળેલ ગુલાબનું એ સુકું ફૂલ
પ્રેમના ઊંડા સાગર તરફ પ્રયાણ કરવા જોર કરે 
પરંતુ કિનારે જ હોય 
મંદ હાસ્ય, પારદર્શક દુઃખ 
અને મીઠી-કડવી યાદો સાથેની આપણી સ્નેહી સફર.
- – - – - – - – - – - – - – - – - – - – - – - – - – - – - – - – -
- જીગર બ્રહમભટ્ટ

No comments:

Post a Comment