Google Search

Wednesday, March 14, 2012

Gujarati Poems VII


પ્યાર, પ્રેમ, લવ…..


પ્યાર, પ્રેમ, લવ…..
શું ?
સમજુ છું હવે એને સરળ જાણે !!
ફક્ત,
તારા હોવાપણા માંજ મારી જીંદગી સમાયેલી જાણે.
તારી એક ઝલક જોવામાં જ મનની શાંતિ છુપાયેલી જાણે.
તને હસતી રાખવામાં જ મારી મહેનત કામ લાગતી જાણે.
તને મુશ્કેલીઓથી બચાવવાની પ્રાર્થના જ પેલો ઈશ્વર સાંભળતો જાણે.
તું પણ સંગીતનો રાગ છેડવા લાગે એટલા માટે જ ગવાતું મારું ગીત જાણે.
તારા પ્રેમથી છલકાતી લાગણીને શબ્દોમાં સજાવતી મારી રચનાઓ જાણે.
તારા મીઠા અવાજે “જીગર, આઈ લવ યુ” સાંભળવા જ તરસતા મારા કાન જાણે.
બસ,
તને મેળવવાની તમન્ના માંજ મારા ૨૨ વર્ષ વિતાવ્યા જાણે.
Image

No comments:

Post a Comment