શુન્ય મનસ્ક,દીશાહીન બેઠી હતી એ સ્વપનોની રાણી,ને અચાનક મારી નજરો એની તરફ મંડાણી.
કદાચ એટ્લે જ્ એ થઈ ગઈ હશે પાણી પાણી,પણ મે તો એની હર એક્ અદાને હતી માણી.
એના રૂપ ની શુ વાત કરુ હુ હવે,શરમ્ ને દલડુ બધુ મૂકાઈ જાય નેવે!
એને જોઇને થાય છે મારા મન મા,કે લઈ એને ઉડી જાઉ ક્યાંક દૂર ગગનમાં.
એને મળવા વાત કરવા હોઉ છુ ઘણો જ ઉત્સુક,છતાં ઘણી વાર જોતાં જ એને થઈ જાઉ છુ મૂક!
કેવા નુ તો ઘણુ જ્ છે આ મન મા,પણ વાત અટકી જાય છે આવીને મો મા!
ભલે એ છે હવે પરાઈ,છતાં એની યાદ નથી ભુલાઈ!
યાદ મા એની પડે છે આંસુ બળે છે લોહી,પણ નથી જાણતુ િદલનુ આ દર્દ કોઈ!
'અર્જુન' ની 'પંખી ની આંખ' ની જેમ મને પણ એ જ દેખાય છે,એને જોતાં જ મારો સમય થંભી જાય છે!
~~ પાર્થ બારોટ ~~
No comments:
Post a Comment