ભૂલો ભલે શોપિંગ બધું,
પતિ પમેશ્વર ને ભૂલશો નહિ
ચૂકવ્યા અગણિત બીલ તેણે,
એ કદી વિસરશો નહિ
ચંપલ ધસ્યા બાટા તણા,
ત્યારે પામ્યા તમ થોબડું
એ ભોળા ભાયડાનાં કાળજાં,
કઠણ બની છુંદશો નહિ
કાઢી પાકીટથી રૂપિયા,
હાથમાં દઈ ઉજળા કર્યા
પાર્લરનાં પૈસા દેનાર સામે,
ઝેર જરા ઉગળશો નહિ
ખોટા લડાવ્યાં લાડ તમને,
કોડ સાળીઓના પુરા કર્યા
એ લાડ લડાવનાર લાડજીના,
ઉપકારને ભૂલશો નહિ
લાખો રૂપાળા હો ભલે,
સાસરીયા તમારાથી ના ઠર્યા
એ સંસ્કાર બધા તમારા રાખ છે,
એ માનવું ભૂલશો નહિ
પતિ પરમેશ્વરથી સેવા ચાહો,
પત્નીં બની સેવા કરો
ગીવ એન્ડ ટેઈક ની,
એ ભાવના ભૂલશો નહિ
ભો પથારી કરી અને,
પંલગ સુવડાવ્યા આપને
એ બાયડી ધેલા ધેલાજીને,
ભૂલીને ભીંજવશો નહિ
પુષ્પો બિછાવ્યાં પ્રેમથી,
જેણે તમારા રાહ પર
એ રાહબરના રાહ પર,
કંટક કદી બનશો નહિ
ધન ખરચતાં મળશે બધું,
પતિ પરમેશ્વર મળશે નહિ
કાળજા વગરના કંથએ,
ચાહના ચરણની ભૂલશો નહિ
No comments:
Post a Comment