Google Search

Sunday, July 15, 2018

Gujarati Shayari - 13 ગુજરાતી શાયરી

આ પ્રેમની રમત પણ કમાલ છે,
હાર હોય કે જીત એક સરખી ધમાલ છે,
નિરાળા એના નિયમ નિરાળી એની ચાલ છે,
હારેલા તો ઠીક તેમાં જીતેલા પણ બેહાલ છે….

પ્રેમ એટલે કે,સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો.
સ્વપ્નમાં પળાય એવો કાયદો…
પ્રેમ એટલે કે,તારા ગાલોના ખાડામાં ડૂબી જતા મારા ચોર્યાશી લાખ વહાણોનો કાફલો
ક્યારે નહીં માણી હો,એવી કોઈ મોસમનો કલરવ યાદ આવે,એ પ્રેમ છે.
દાઢી કરતા જો લોહી નીકળે ને ત્યાંજ કોઈ પાલવ યાદ આવે,એ પ્રેમ છે.
પ્રેમ એટલે કે…સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો.

કોઈનોય પ્રેમ ક્યારેય પણ ઓછો હોતો નથી.
આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે.--
રાત મેં એક વિતાવી હતી ખાલી ઘરમાં
ખૂણે ખૂણાના પ્રસંગો મને ભરપૂર મળ્યા
સૈફ પાલનપુરી

રહેશે મને આ મારી મુસીબતની દશા યાદ બીજા તો બધા ઠીક છે,
આવ્યો ન ખુદા યાદઆ દર્દ મહોબતનું જે હરગિઝ નથી મટતું
ઉપરથી મજા એ કે મને એની દવા યાદમન દઇને ‘મરીઝ’
એ હવે કંઇ પણ નથી કહેતાંસૌ મારા ગુનાની મને રહેશે સજા યાદ
‘મરીઝ’

કેવી મજાની પ્રેમની દીવાનગી હશે,
કે જ્યાં ‘મરીઝ’ જેવો સમજદાર પણ ગયો.
એના ઈશારા રમ્ય છે,
પણ એનું શું કરું-રસ્તાની જે સમજ દે અને ચાલવા ન દે !
મુજ પર સિતમ કરી ગયા મારી ગઝલના શેર,
વાંચીને એ રહે છે બીજાના ખ્યાલમાં.
‘મરીઝ’

હુ જાઊ છુ. હુ જાઊ છુ. ત્યા આવશો કોઇ નહિ.
સો સો દિવાલો બાંધતા પણ ફાવશો કોઈ નહી.
"કલાપી"

અમે તો ફક્ત મિત્રતા માંગી હતી,એમા પણ આના-કાની કરો છો!
તમે તો નફરત પન એવી રીતે કરો છો,કે જાણે મહેરબાની કરો છો!

જોઉ છુ બધુ હુ આ દુનીયા મા,નહી જોવુ હુ માત્ર કબર મારી-
શેખ આદમ આબુવાલા

હવા જ્યારે તેનો રુખ બદલે છે તે સમયે અંદાજ આવી જાયે છે કે આકાશ તેનો પાલવ બદલે છે.

તમે પૂછશો નહી કે અમને કેમ છ,ે અમે સારા છીએ એ તમારો વહેમ છે .
બરબાદ તો થઈ ગયા હતા તમારા પ્રેમમા,પણ થોડો અમારા પર ખુદાનો રહેમ છે


No comments:

Post a Comment