Google Search

Wednesday, June 27, 2012

તું આવશે ક્યારે જીવન માં

તું આવશે ક્યારે જીવન માં તારી આસ લગાવી બેઠો છું 
ખૂલી આંખો થી કૈક નવીન સ્વપ્ના સજાવી બેઠો છું 

ખોલ્યા નથી હજુ દ્વાર મેં મારી અનોખી દુનિયા ના 
તારા માટે એક અલગ પ્રેમ નગર બનાવી બેઠો છું 

છો ને ઉગતા રહે ગુલાબ કંટકો ની ભરમાળ માં 
હૂં તો દુખ દરિયા પર સુખબંધ ચણાવી બેઠો છું 

બદલતી મોસમ ની મસ્તીમાં મસ્તાન થવું છોડી ને 
મીઠા મધુરા સમય સાટું હૈયે સ્નેહ ટકાવી બેઠો છું

રટયુ હોત રામ નામ તો રામ પણ મળત ફુરસત માં 
છોડી રીતભાત દુનિયા ની તારી ધૂણી ધખાવી બેઠો છું 

થાશે મજબૂર આભ પણ વર્શાવવા વર્ષા ફૂલો ની 
હશે ઠાઠ નિહાર તારી એમ મનને સમજાવી બેઠો છું 

તું આવશે ક્યારે જીવન માં તારી આસ લગાવી બેઠો છું 
ખૂલી આંખો થી કૈક નવીન સ્વપ્ના સજાવી બેઠો છું 

No comments:

Post a Comment