[અથર્વવેદ; કાંડ-2; સૂક્ત-17]
ઓજોડસ્યોજો મે દા: સ્વાહા || 1 ||
‘હે પરમેશ્વર ! આપ ઓજસ-સ્વરૂપ છો. આપ અમને ઓજસ આપો. અમે જે અર્પણ કરીએ છીએ તે મંગલમય બનો.’
સહોડસિ સહો મે દા: સ્વાહા || 2 ||
‘હે પરમેશ્વર ! આપ શક્તિસ્વરૂપ છો. આપ અમને શક્તિ આપો. અમે જે અર્પણ કરીએ છીએ તે મંગલમય બનો.’
બલમસિ બલં મે દા: સ્વાહા || 3 ||
‘હે પરમેશ્વર ! આપ બલસ્વરૂપ છો. આપ અમને બલ આપો. અમે જે અર્પણ કરીએ છીએ તે મંગલમય બનો.’
આયુરસ્યાયુર્મે દા: સ્વાહા || 4 ||
‘હે પરમેશ્વર ! આપ આયુસ્વરૂપ છો. આપ અમને આયુ આપો. અમે જે અર્પણ કરીએ છીએ તે મંગલમય બનો.’
શ્રોત્રમસિ શ્રોત્રં મે દા: સ્વાહા || 5 ||
‘હે પરમેશ્વર ! આપ ચક્ષુસ્વરૂપ છો. આપ અમને યથાર્થ દર્શનશક્તિ આપો. અમે જે અર્પણ કરીએ છીએ, તે મંગલમય બનો.’
પરિપાણમસિ પરિપાણં મે દા: સ્વાહા |
‘હે પરમેશ્વર ! આપ પરિપાલનસ્વરૂપ છો. આપ અમને રક્ષાશક્તિ આપો. અમે જે અર્પણ કરીએ છીએ, તે મંગલમય બનો.
No comments:
Post a Comment