Google Search

Sunday, June 17, 2012

શ્રદ્ધામય જીવન – ઈસુ ખ્રિસ્ત

વેદી ઉપર નૈવેદ્ય ધરાવતાં તને યાદ આવે કે તારા ભાઈને તારી સામે કોઈ ફરિયાદ છે, તો તારું નૈવેદ્ય વેદી આગળ પડતું મૂકીને જજે. પહેલાં તારા ભાઈ સાથે સમાધાન કરજે, પછી આવીને નૈવેદ્ય ધરાવજે.
કોઈનો ન્યાય તોળશો નહીં, જેથી તમારો પણ ન્યાય નહીં તોળાય. જેવો ન્યાય તમે તોળશો તેવો જ ન્યાય તમારો પણ તોળાશે. તમે જે માપે માપશો, એ જ માપે તમને પણ માપવામાં આવશે.
અમે શું ખાઈશું, શું પીશું એમ તમારા જીવનની ચિંતા ન કરશો. આકાશમાંનાં પંખીઓ જુઓ. તેઓ નથી વાવતાં, નથી લણતાં કે નથી કોઠારમાં ભેગું કરતાં, છતાં પરમપિતા તેમને ખાવાનું આપે છે. જે આજે છે અને કાલે ચૂલામાં હોમાઈ જવાનું છે એવા વગડાના ઘાસને પણ ઈશ્વર આટલું સજાવે છે તો તમને એથીયે રૂડી રીતે સજાવશે, એમાં શંકા શી ?
આંખ દેહનો દીવો છે. જો તારી આંખ
નરવી હશે તો તારો આખો દેહ પ્રકાશમય રહેશે.
માગો એટલે મળશે, શોધો એટલે જડશે, ખખડાવો એટલે બારણાં ખૂલશે. કારણ, જે માગે તેને મળે છે, જે શોધે તેને જડે છે, જે ખખડાવે તેને માટે બારણાં ખૂલે છે. તમારામાં એવો કોણ છે, જે પુત્ર રોટી માગે તો પથ્થર આપે ? તમે ખરાબ હોવા છતાં તમારાં બાળકોને સારી વસ્તુ આપવાનું જાણો છો, તો પરમપિતા પોતાની પાસે માગનારને સારી વસ્તુ જ આપે એમાં શંકા શી ?
તમે સાંકડા દરવાજેથી દાખલ થજો, કારણ કે વિનાશ
તરફ જતો માર્ગ પહોળો છે, તેનો દરવાજો મોટો છે અને ત્યાં
જનારા ઘણા છે; પણ જીવન તરફ જતો માર્ગ સાંકડો છે,
તેનો દરવાજો નાનો છે અને તેને શોધી કાઢનાર ઓછા છે.
જ્યારે તું દાનધર્મ કરવા બેસે ત્યારે તારો જમણો હાથ
શું કરે છે એની જાણ તારા ડાબા હાથને ન થવા દઈશ.

No comments:

Post a Comment