Google Search

Wednesday, June 27, 2012

Best Of Gujarati Ghazal

નાઝિર દેખૈયાની હજી એક અનુપમ રચના...


ઘરના ઊંબરથી - નાઝિર દેખૈયા


સુણે ન સાદ મારો તો મને શું કામ ઇશ્વરથી
છિપાવે ન તૃષા તો આશ શી રાખું સમંદરથી?


ભલા આ ભાગ્ય આડે પાંદડું નહિ તો બીજું શું છે?
કે એ ડોકાઇને ચાલ્યા ગયા મુજ ઘરના ઊંબરથી


લખ્યા છે લેખ, એની આબરૂનો ખયાલ રોકે છે;
નહિતર ફૈસલો હમણા કરી નાખું મુકદ્દરથી


બતાવી એક રેખા હાથમા એવી નજૂમીએ;
સરિતની મીઠી સરવાણી ફૂટી જાણે ગિરીવરથી


કોઇ સમજાવો દીપકને કે એની જાતને પરખે;
ઊછીનું તેજ લેનારા શું લડવાના પ્રભાકરથી!


નકામી જિદ છોડીને તમારી આંખને વારો;
નથી અજમાવવું સારું અમારા દિલને ખંજરથી


ભલા પડદા મહી દર્શન મળ્યેથી શું વળે "નાઝિર"?
તૃષા છિપી નથી શકતી કદીયે ઝીણી ઝરમરથી



--------------------------------------------------------------


શાયર નાજિર દેખૈયાની આ ગઝલ પ્રસ્તુત છે... આશા છે કે તમને ગમશે...

મંજૂર રાખું છું



બનાવીને ઘણી વેળા નયનના નૂર રાખું છું;
ઘણી વેળા હું એને આંખડીથી દૂર રાખું છું

નશો હું મેળવી લઉં છું એના નયનમાંથી;
કદી એક બુંદ માટે પ્યાસને આતુર રાખું છું

કરું છું જીદને પૂરી, હું મારો જીવ આપીને;
નથી મન્*સૂર કિન્*તુ, મન્*સૂરી દસ્તૂર રાખું છું
*મન્*સૂર: ખુદાનો ચહિતો

મરું છું તે છતા પાછી કદી પાની નથી કરતો;
જગતવાળાઓ જાણે છે જીવન મગરૂર રાખું છું

જો આવી જાઉં મસ્તીમાં કરું ના ઇશની પરવા;
કવિ છું જીવને ક્યારેક ગાંડોતૂર રાખું છું

તમે સામા ઊભા હો તોય હું સામે નથી જોતો
કદી એવું નયન સાથે હું વર્તન ક્રૂર રાખું છું

હજારો વાર 'નાઝિર' છેતરાયો કોલ પર એના;
છતાંયે હું વચન એનાં હજુ મંજૂર રાખું છું



-------------------------------------------------------------


મૂકી જવી હતી 


એકાદએવી યાદ તો છોડીજવી હતી
છૂટ્ટાપડ્યાનીવાતનેભૂલીજવી હતી
વહેતા પવનની જેમબધું લઈ ગયાં તમે
થોડીઘણી સુગંધ તો મૂકી જવી હતી

કૈલાસ પંડિત


No comments:

Post a Comment