પ્રેમળ જ્યોતિ તારો દાખવી
(રાગ : માંડ-તાલ દાદર)
(રાગ : માંડ-તાલ દાદર)
પ્રેમળ જ્યોતિ તારો દાખવી
મુજ જીવન-પંથ ઉજાળ….ધ્રુ.
મુજ જીવન-પંથ ઉજાળ….ધ્રુ.
દૂર પડ્યો નિજ ધામથી હું ને ઘેરે ઘન અંધાર,
માર્ગ સૂઝે નવ ઘોર રજનીમાં, નિજ શિશુને સંભાળ.
મારો જીવન-પંથ ઉજાળ….1
માર્ગ સૂઝે નવ ઘોર રજનીમાં, નિજ શિશુને સંભાળ.
મારો જીવન-પંથ ઉજાળ….1
ડગમગતો પગ રાખ તું સ્થિર મુજ; દૂર નજર છો ન જાય,
દૂર માર્ગ જોવા લોભ લગીર ન, એક ડગલું બસ થાય.
મારે એક ડગલું બસ થાય…..2
દૂર માર્ગ જોવા લોભ લગીર ન, એક ડગલું બસ થાય.
મારે એક ડગલું બસ થાય…..2
આજ લગી રહ્યો ગર્વમાં હું ને માગી મદદ ન લગાર,
આપ-બળે માર્ગ જોઈને ચાલવા હામ ધરી મૂઢ બાળ,
હવે માગું તુજ આધાર……3
આપ-બળે માર્ગ જોઈને ચાલવા હામ ધરી મૂઢ બાળ,
હવે માગું તુજ આધાર……3
ભભકભર્યા તેજથી હું લોભાયો, ને ભય છતાં ધર્યો ગર્વ,
વીત્યાં વર્ષોને લોપ સ્મરણથી સ્ખલન થયાં જે સર્વ,
મારે આજ થકી નવું પર્વ……4
વીત્યાં વર્ષોને લોપ સ્મરણથી સ્ખલન થયાં જે સર્વ,
મારે આજ થકી નવું પર્વ……4
તારા પ્રભાવે નિભાવ્યો મને પ્રભુ આજ લગી પ્રેમભેર,
નિશ્ચે મને તે સ્થિર પગલેથી ચલવી પહોંચાડશે ઘેર,
દાખવી પ્રેમળ જ્યોતિની સેર…..5
નિશ્ચે મને તે સ્થિર પગલેથી ચલવી પહોંચાડશે ઘેર,
દાખવી પ્રેમળ જ્યોતિની સેર…..5
કર્દમભૂમિ કળણભરેલી, ને ગિરિવર કેરી કરાડ,
ધસમસતા જળ કેરા પ્રવાહો, સર્વ વટાવી કૃપાળ,
મને પહોંચાડશે નિજ દ્વાર……. 6
ધસમસતા જળ કેરા પ્રવાહો, સર્વ વટાવી કૃપાળ,
મને પહોંચાડશે નિજ દ્વાર……. 6
રજની જશે ને પ્રભાત ઊજળશે, ને સ્મિત કરશે પ્રેમાળ,
દિવ્યગણોનાં વદન મનોહર મારે હૃદયે વસ્યાં ચિરકાળ,
જે મેં ખોયાં હતાં ક્ષણ વાર……7
દિવ્યગણોનાં વદન મનોહર મારે હૃદયે વસ્યાં ચિરકાળ,
જે મેં ખોયાં હતાં ક્ષણ વાર……7
‘પ્રેમળ જ્યોતિ તારો દાખવી’ આ ભજન વિશે આશ્રમ ભજનાવલિમાં મેં લખ્યું જ છે કે ખ્રિસ્તી અંગ્રેજી ભજન Lead Kindly Lightનો આ અનુવાદ શ્રી નરસિંહરાવ દિવેટિયાએ કરેલો છે. ગાંધીજી જ્યારે દક્ષિણ આફ્રિકામાં સામુદાયિક જીવન જીવવાનો પ્રારંભ કર્યો ત્યારે ત્યાં રોજ સાંજે પ્રાર્થના થતી હતી. એમાં એમને ગમેલા અંગ્રેજી ભજનો પણ ગવાતાં. એમાંથી એમને જે ભજન અત્યંત પ્રિય હતું તેના ગુજરાતી અનુવાદો ભારત કાયમ માટે રહેવા આવ્યા ત્યારે ગાંધીજીએ અનેક કવિઓ પાસેથી મંગાવ્યાં. એમાં આ અનુવાદ એમને સૌથી વધારે ગમ્યો. અને ખરેખર ભાવ, ભાષા અને રાગ બધી દષ્ટિએ આ ભજન એટલું સુંદર થયું છે કે અનુવાદ જેવું તો લાગતું જ નથી. અને ગાંધીજીએ માગેલો અને પસંદ કરેલો આ એક ફક્ત અનુવાદ જ છે એ જાણ્યા પછી પણ આ ગુજરાતી ભજનની મૌલિકતા આપણા મનમાં જરાયે ઓછી નથી થતી. એમ જ લાગે છે કે કવિ નરસિંહરાવ પોતાના જ હૈયાના ઉત્કટ ભાવો આમાં ઠાલવી રહ્યા છે. કેવળ અનુવાદક ગાઈ જ ન શકત કે ‘મુજ જીવન પંથ ઉજાળ’ અને ‘મારે, આજ થકી નવું પર્વ.’ સાધકના સંતોષનાં આ વધારાનાં સ્વતંત્ર વચનો કેવળ અનુવાદકની કલમમાંથી ન જ ઊતર્યાં હોત.
ગાંધીજીને કારણે હું ગુજરાતમાં રહેવા આવ્યો, ત્યારે આશ્રમ અને વિદ્યાપીઠના કામમાં મારો એટલો બધો વખત જતો હતો કે શ્રી નરસિંહરાવભાઈને મળવાનું ઝાઝું બન્યું નહીં. છતાં એમનું સાહિત્ય મેં વાંચ્યું હતું. એમની વિદ્વતા, સાહિત્યભક્તિ અને ચારિત્ર્ય વિશે મારા મનમાં આદર હતો જ. પણ Lead Kindly Lightનું આ ભાષાંતર વાંચ્યું અને સાંભળ્યું ત્યારે ભક્ત નરસિંહરાવને હું પહેલી જ વાર ઓળખી શક્યો અને પ્રથમ પ્રત્યક્ષ પરિચય વખતે જ્યારે મેં એમને કહ્યું કે ‘આપણે હૃદયથી ઘણા નજીક આવ્યા છીએ.’ ત્યારે એનું એક ખાસ કારણ આ ભજન જ હતું.
મહારાષ્ટ્રની સંતપરંપરાના સાહિત્યથી, ત્યાંની આખી પ્રજા લાભ ઉઠાવે જ છે. એમાં ન્યાયમૂર્તિ રાનડે અને પંડિતવર ભાંડારકર જેવા થોડા લોકો પ્રાર્થનાસમાજી. એમની ધાર્મિક ભાવના વિશે આજના સંતસંપ્રદાયમાં વિશેષ આદર નહીં. વિલાયતના સનાતની ઈસાઈઓમાંથી જુદા પડેલા, યુનિટેરિયન ચર્ચના લોકો જેવા જ આ સુધારક ભક્તો. એમને અમારા સંતોની વાણી વાપરવાનો હક શો ? એમ કહેનારા લોકો પણ નાનપણમાં મેં જોયા હતા. બંગાળમાં બ્રાહ્મોસમાજ, અને પશ્ચિમ ભારતમાં પ્રાર્થના સમાજ, એ આપણે ત્યાંની સંતમંડળીમાં નવા સુધારકો. આપણા સનાતનીઓના મનમાં એમને વિશે આદર નહીં. પણ મારા મનમાં નાનપણથી જ આ લોકો પ્રત્યે આદર સાથે ભક્તિભાવ પણ પેદા થયો હતો. પરિણામે જ્યારે જ્યારે મુંબઈ જાઉં ત્યારે ત્યારે, ત્યાંના પ્રાર્થનાસમાજમાં સાપ્તાહિક પ્રવચન સાંભળવાનું બનતા સુધી ટાળું નહીં. નરસિંહરાવભાઈ ‘ગુજરાતના પ્રાર્થનાસમાજી અને બ્રાહ્મસમાજી’ ખરા. એટલે એમને વિશે મારા મનમાં આત્મીયતા જાગતાં વાર ન લાગી. અમે જ્યારે જ્યારે મળીએ ત્યારે ત્યારે આ આત્મીયતાનું વાતાવરણ તરત જાગી ઊઠતું. પૂ.બાપુજીને આ ભજન પસંદ પડ્યું એની પણ મેં ધન્યતા અનુભવી. અને આ ભજનમાં મને અમારા તુકારામનું હૃદય જડ્યું એ તો વળી વિશેષ.
દરેક સાધક પોતાના જીવનના ઉત્કર્ષ માટે દિવસરાત જાગરૂકપણે મથતો રહેવાનો જ. જીવનનો અનુભવ જેમ જેમ ઊંડો થતો જાય તેમ તેમ આદર્શ પણ ઊંચો થતો જાય છે અને એના પ્રમાણમાં પોતાની સાધના અધૂરી છે એનો અનુભવ થવાથી માણસ નમ્ર થતો જાય છે. પ્રારંભના દિવસોનો ‘આત્મવિશ્વાસ’ એ કેવળ ગર્વ જ હતો એમ લાગવાથી સાધક પસ્તાય છે અને શરણ જવામાં જ સાર છે એ વૃત્તિ એનામાં ઉત્કટ થતી જાય છે.
આજ લગી રહ્યો ગર્વમાં હું ને માગી મદદ ન લગાર,
આપ-બળે માર્ગ જોઈને ચાલવા હામ ધરી મૂઢ બાળ,
હવે માગું તુજ આધાર.
આજ ભાવ મૂળ ભજનમાં મુખ્ય છે અને તે સુંદર રીતે ગુજરાતીમાં ઊતરી આવ્યો છે. ‘ભય છતાં ધર્યો ગર્વ’ માટે, અને સર્વ સ્ખલનો માટે, સાધક પસ્તાય છે. એ જ એને માટે નવું પર્વ છે. હવે બધો આધાર ભગવાનની પ્રેમળ જ્યોતિ ઉપર છે. ‘એ જ્યોતિના પ્રભાવે જ આજ સુધી મને નભાવ્યો.’ બચી ગયો એમાં મારી બહાદુરી ન હતી. હવે પૂરેપૂરી શરણાગતિ જાગી છે. અહંકાર નષ્ટ થયો છે અને ઈશ્વરની કૃપા વિશેનો વિશ્વાસ દઢ થયો છે. હવે ભગવાન ‘સ્થિર પગલેથી ઘેર પહોંચાડશે’ એનો નિશ્ચય થયો છે. એ જ આ પ્રાર્થના-ભજનનો આસ્તિક સૂર છે. પ્રેમળ જ્યોતિ પ્રત્યક્ષ ‘મા’ જ છે. નિજ શિશુને સંભાળશે એ જ વિશ્વાસ આખા ભજનમાં ભરેલો છે. આવા વિશ્વાસ સાથે ચાલેલી સાધનામાં સામેનું એક ડગલું જોવાને મળે તોપણ બસ છે.

મૂળ ભજનમાં (અને અનુવાદમાં પણ) કવિ ભલે કહે ‘આજલગી રહ્યો ગર્વમાં હું’ અને લગારે મદદ માગી નહીં એમાં બાળપણની મૂઢતા જ હતી, પણ ખરી વાત એ જ છે કે આવા ઉત્કટ સ્વપ્રયત્નનું છીછરાપણું અનુભવ્યા પછી જ આત્મસમર્પણ ઉત્કટ થાય છે. ભગવાન તો તે વખતે પણ રસ્તો દેખાડવાની કૃપા કરતા જ હતા. અને આજે પણ એ માર્ગદર્શકનું કામ કરતો જ હશે. તે વખતનો ભક્તિભાવ છીછરો હતો. હવે એમાં સર્વાર્પણનું ઊંડાણ આવી શક્યું છે એટલું જ. હવે દઢ વિશ્વાસ છે કે તારો પ્રેમળ જ્યોતિ બધી મુશ્કેલીઓમાંથી મને પાર ઉતારશે, અને મને સુખરૂપ પોતાને બારણે પહોંચાડશે. હવે ખાતરી છે કે રાતનો અંત આવશે, પ્રભાત ઊજળશે અને ભગવાન સસ્મિત વદને પોતાનું દર્શન દેશે. ત્યાં ભક્તોના દિવ્યગણ પણ પ્રસન્નપણે ઊભા હશે. જે તારું દર્શન એક ક્ષણ માટે મેં ખોયું હતું તે મારા હૃદયમાં કાયમનું વિરાજમાન થશે.
No comments:
Post a Comment