CON-CO ઉપસર્ગવાળા શબ્દો એક સનાતન સત્યની છડી પોકારે છે. ‘સાથે’ co-operative – કરો, પણ ‘સાથે’ conscious શબ્દ છે. ક્યારેક ભેળસેળ થઈ જાય છે. Conscious માં ‘with’ scious એટલે to know. ‘To know’ ‘with’ બે શબ્દનો પીંડ છે એમાં. કોની સાથે જાણવું ? જાત સાથે જાતને – ‘સ્વ’ને જાણતા રહેવું. Conscious = સાચું શું ખોટું શું એ જાણવાની વૃત્તિ કેળવાઈ જાય તે = વિવેક કહી શકાય : નીર-ક્ષીર વિવેક. ખરેખર તો આ શબ્દ શબ્દકોશમાં એમ સૂચવે છે કે ‘જાગરણ’ : જેનાથી આપણી ક્રિયા, કર્મ, વિચાર, વાણી બધું ખરું છે કે ખોટું તે જાણી શકાય. આમ, conscious = consciousness (to know) that one’s actions are right or wrong. બીજો અર્થ faculty distinguishing between right and wrong.
હવે conscious(ness) જોઈએ.
(1) આપણી લાગણી અને વિચારોનું જ્ઞાન હોવું તે – જાણકારી નહીં – ‘જ્ઞાન.’ જ્ઞાન એટલે જે નકામું બાળી નાખે અને ખપનું રાખે-ઉચિત રાખે તે. (2) બીજો અર્થ છે – આપણી આસપાસ જે છે એનાથી સભાન-જાગૃત aware સરવાળે વ્યક્તિની અખિલાઈ સમગ્ર લાગણી + વિચારોથી જાગરણ હોવું તે સ્થિતિને-conscious કહી શકાય. હવે વિધાન એવું છે કે conscious હોવું એટલે ‘સ્વતંત્ર’ હોવું to be free ‘મુક્ત’ હોવું. ‘તંત્ર’ અને ‘સ્વ’ – બેમાં એવું સમજાય કે ‘વિશાળ’ ‘વિરાટ’ તંત્ર છે મનુષ્ય. છતાં એમાં પણ પોતાના ‘સ્વ’ને જાળવે-તંત્ર ખોરવાવા ખોટકાવા દે નહીં ને અને ‘સ્વ’ને જાળવે તે ‘સ્વતંત્ર’. ‘લોકતંત્ર’ તંત્ર ખોરવાય નહીં અને ‘લોક’ જળવાય એનું નામ લોકતંત્ર. હવે માનવમાં જુઓ-એની રચનામાં જ ‘નવ’ દ્વારો. બહાર જ ખૂલે. એટલે ચિંતકો ચેતવે છે કે આ દ્વારો દ્વારા તમારો ‘સ્વ’ તમારું ‘સ્વ’ ‘ત્વ’ બહાર ઢળી ન જાય એ જોજો.
(1) આપણી લાગણી અને વિચારોનું જ્ઞાન હોવું તે – જાણકારી નહીં – ‘જ્ઞાન.’ જ્ઞાન એટલે જે નકામું બાળી નાખે અને ખપનું રાખે-ઉચિત રાખે તે. (2) બીજો અર્થ છે – આપણી આસપાસ જે છે એનાથી સભાન-જાગૃત aware સરવાળે વ્યક્તિની અખિલાઈ સમગ્ર લાગણી + વિચારોથી જાગરણ હોવું તે સ્થિતિને-conscious કહી શકાય. હવે વિધાન એવું છે કે conscious હોવું એટલે ‘સ્વતંત્ર’ હોવું to be free ‘મુક્ત’ હોવું. ‘તંત્ર’ અને ‘સ્વ’ – બેમાં એવું સમજાય કે ‘વિશાળ’ ‘વિરાટ’ તંત્ર છે મનુષ્ય. છતાં એમાં પણ પોતાના ‘સ્વ’ને જાળવે-તંત્ર ખોરવાવા ખોટકાવા દે નહીં ને અને ‘સ્વ’ને જાળવે તે ‘સ્વતંત્ર’. ‘લોકતંત્ર’ તંત્ર ખોરવાય નહીં અને ‘લોક’ જળવાય એનું નામ લોકતંત્ર. હવે માનવમાં જુઓ-એની રચનામાં જ ‘નવ’ દ્વારો. બહાર જ ખૂલે. એટલે ચિંતકો ચેતવે છે કે આ દ્વારો દ્વારા તમારો ‘સ્વ’ તમારું ‘સ્વ’ ‘ત્વ’ બહાર ઢળી ન જાય એ જોજો.
એ જોજો-એટલે જાગતા રહેજો-ચેતતા રહેજો. Be aware = Be conscious આમ ભીતરના જાગરણની અહાલેક જગાવતા રહેવાનું પરિણામ-‘સ્વ’નું ‘તંત્ર’ અક્ષુણ્ણ-અતૂટ-રાખવાનું છે. સંન્યાસીને પૂછશો કે (‘સ્વામી’ કહીએ વધારે ઉચિત) તમારી વય કેટલી ? તરત જવાબ આપશે, ‘બેટા, શેની વય પૂછો છો ? શરીરની કે મનની ? કેમ કે શરીર વધે છે એમાં સ્વતંત્રતા આપણી નથી- એ ઋત છે-નિયમગત છે. મનની વય-એ આપણું જાગરણ કેટલું છે- એ જણાવે છે. 70વર્ષના સજ્જનમાં ‘શિશુ’ જ વ્યક્ત થતો હોય, બને.’ આમ, ‘જાગરણ’ આપણને બહારની ઉંમરથી પણ ‘મુક્ત’ રાખે છે. હવે આને હજી સરળતાથી સમજવું હોય તો ચિત્રાત્મક સમજ લઈએ.
નાનું વર્તુળ conscious છે. અને બાકીની ખાલી જગ્યા un-consciousness. નાનું વર્તુળ વધારતા જવું છે. અને એને મોટા વર્તુળ સાથે એકરૂપ કરી દેવું છે. ધીરેધીરે વિચારથી લાગણીથી. આખાયે જીવનભરની સાધનાથી ન પણ થાય. પરંતુ જેટલું સધાય-તેટલી. ‘જાગૃતતા’ જ લેખવી રહી. ત્યાં સુધી કે તથાગતનો માખી ઉડાડવાનો પ્રસંગ જાણીતો છે. નાનામાં નાની ક્રિયા જાગરણથી થાય તો આપણે ‘પર’ બીજાના તંત્રમાં ગુંચવાતા નથી. આપણું તંત્ર સાબદું રહે અને આપણે પણ. જુઓને પ્રવાસમાં સકારણ ગુસ્સો કર્યો. પ્રવાસી જોડે તકરાર, અને આગળ વધે તો મારામારી અને વાગવું-સ્થૂળ દાખલો. આમાં ‘સ્વ’ ખોવાયો એટલે ‘તંત્ર’ બગડ્યું. જો ‘જાગરણ’ હોય ‘જ્ઞાન’ હોય કે અહીં સુધી જ જવાય, આગળ નહીં તો સ્વતંત્ર રહેવાય-જળવાય. સૉક્રેટિસને નથી ઓળખતો એવો સામુદ્રિકશાસ્ત્રી, મિત્રો સાથે સૉક્રેટિસ બેઠા છે ત્યાં આવી ચડે છે. મિત્રો પેલા જ્ઞાનીને પૂછે છે કે આ (એટલે કે સૉક્રેટિસ) કેવો લાગે છે ? પેલાએ શાસ્ત્ર પ્રમાણે આવું કહ્યું કે આ માણસ ક્રોધી, કામી, લોભી છે. બહારનાં અંગો પરથી એ ધીરે ધીરે બધું કહેતો ગયો. મિત્રો ખડખડાટ હસવા માંડ્યા. કેમ કે સૉક્રેટિસ તો એક વિભૂતિમત્વવાળી પ્રતિભા. સૉક્રેટિસે કહ્યું કે આ સાચું કહે છે. એમણે કહ્યું એ બધું મારામાં છે. ક્રોધ-લોભ-મોહ બધું જ. ફકત જાગરણથી મેં એને વશમાં રાખ્યું છે. સૉક્રેટિસ conscious રહેતા- તેથી મરણ પણ ન ડગાવી શક્યું. અરે, ઝેર પીતાં પીતાં પણ શરીર પર કેવી અસર થાય છે એનું વર્ણન કર્યું છે. એનો અર્થ એવો થઈ શકે conscious રહો તો ‘સ્વ’તંત્ર છે તમે બધું જાણી શકો જ નહીં પણ ‘માણી’ શકો.
જાગરણ consciousness માટે વેદમાં પણ સૂત્ર આપ્યું. ‘ન તમત ન શ્રમત ન તન્દ્રત’ કે અંધકારે ભટકશો નહીં-તન્દ્રામાં રહેશો નહીં-અંધકાર અને તન્દ્રાને દૂર રાખવાના પ્રયાસોમાં થાકશો નહીં. અને જો આમ કરશો, કરી શકશો તો ‘અયમ મે હસ્તો ભગવાન, અયમ મે ભગવત્તર:’ આ હાથ ભગવાન અને બીજો હાથ ભગવાનથી બલવત્તર બનશે. પછી એ વિશ્વનું ઔષધ બનાવજો. પછી એને વિશ્વના શિવકર્મોમાં વાપરજો. આમ જાગ્રત રહેવું, જ્ઞાનપૂર્વક પોતાની જાત સાથે વર્તવું – એ અઘરું કે મુશ્કેલ હશે – અશક્ય કે અસંભવ નથી. ગીતા જ્યારે ‘નિમિત્ત’ માત્ર’ તું થા એમ કહે છે ત્યારે એ સ્પષ્ટ છે કે આપણે જાગતા રહ્યા – પછી ‘ક્રિયા’ ‘ક્રિયા’ નથી રહેતી, માત્ર ‘કર્મ’ નથી રહેતું – એક સહજ ધર્મ બની જાય છે. એનો ભાર નથી હોતો. બંધાયેલા નથી રહેતા, ‘મુક્ત’ સ્વતંત્ર રહીએ છીએ. ‘સ્વતંત્ર’ રહેવા માટે કેવી શરતો સાત્વિક કર્મોમાં પરોવાઈને પણ રાખવી – કહ્યું છે.
પહેલી શરત – સાતત્યથી કરો. સારા કર્મો પણ સતત કરો. ક્યારેક કરો તો ‘અહમ’ આવવાનો. સતત કરો. સહજ થઈ જશે. આયાસ નહીં રહે – ‘સ્વતંત્ર’ પણ થઈ જશે. બીજી શરત ‘સાવધાનતયા’ – awareness સાવધાનીથી કરવી. ત્રીજી શરત ‘નિરહંકારેણ’. ‘સ્વતંત્ર’ રહ્યા તો જ અહંકાર નહીં આવે. જાગૃત રહ્યા તો સ્વતંત્ર રહેવાશે – ‘જાગૃત’ એ ભાવે કે આ ‘હું’ નથી કરતો – પરંતુ જ્ઞાનપૂર્વક કરવાની ક્રિયા છે. આમ સર્વત્ર consciousness રહેશે તો બંધન નહીં હોય – ‘કર્યું’ ‘મુક્ત’ ‘પૂરું થયું’ છૂટ્ટા – અરે કરતી વખતે પણ મુક્ત રહેવાય છે. ‘ચાલતાં ચાલતાં’ વાત કરી શકાય છે. બે ક્રિયાઓ reflex-પણ એમાં જાગરણ ઉમેરો એટલે સુગંધ આવે છે. વાત એવી ન કરીએ કે ‘બંધાઈ’ જઈએ, મુક્ત રહેવાથી ‘જાગરણ’ આવે છે, જાગરણથી મુક્તિ આવે છે. ક્યારેક સાવ ‘અકર્મ’ની ભૂમિકા આવે જો જાગરણ હોય તો.
બુદ્ધ સાધુ ભંતેજીની ઉપસ્થિતિમાં આપણે કેવા શાંત સ્વસ્થ પ્રસન્ન થઈ જઈએ છીએ ! કેમકે એમનું વ્યક્તિત્વ ‘જાગરણયુક્ત’ છે. ભાર વિના, સહજતાથી કરે છે. કરીને છૂટી જાય છે – એ કરતી વખતે પણ છૂટ્ટા, મુક્ત હોય છે. પોતે ‘કર્યું’ ‘કર્મ’ એ ભાવ નથી રહેતો. કર્મ કરવા છતાં નથી કર્યું એવું અનુભવવું એ ‘અકર્મ’ – કર્મ ન કરવા છતાં અનેક લોકોનો ‘કર્મમાં’ પ્રવેશ કરાવવો (આપણી ભાષામાં પ્રેરણા આપવી) એ ‘અકર્મ’. આમ, જાગૃત માણસ અનેક કર્મો પરોક્ષ રીતે કરે છે – ‘સ્વતંત્ર’ રહીને. ‘દષ્ટા’ રહેવું એ સૂત્રમાં ‘સ્વતંત્રતા’ જ અભિપ્રેત છે. અર્થ છે દષ્ટામાં તમે કર્તા તરીકે બંધાતા-સંધાતા નથી. તમે જુઓ છો કે હાથ કોળિયો ઉપાડે છે. માખી ઉડાડે છે. જાગરણ છે એટલે દષ્ટા રહ્યા. દષ્ટા થવાય એટલે ‘સ્વતંત્ર’ રહેવાય. ઘણું કરીને જાગૃત નહીં હોવાથી પરતંત્ર રહેવાય છે. આપણા પોશાકથી માંડી આપણા આચારો તમામ, બીજા શું કહેશે બીજાઓને શું લાગશે, કેવું લાગશે એ વિચારનું પ્રાધાન્ય હોય છે. એ આપણને ‘જાગૃત’ નહીં પણ અસાવધ કરે છે. ‘પર’તંત્રને સ્વીકારી આ સઘળું કરીએ છીએ. આખો બાહ્યાચાર આનાથી મંડિત થાય છે. શિષ્ટાચાર સુધી ક્ષમ્ય- પણ પછી આડંબર સુધી – અને એથી ‘સ્વ’ ‘ત્વ’ હીન સ્વતંત્રતા રહિત થઈ જાય છે. આમ ‘જાગરણ’ વિનાનું ‘જ્ઞાન’ વિનાનું જીવન લગભગ ઢસરડા જેવું થતું જાય છે. ઘસડાયે જવું એ જ પરતંત્રતા. ત્યાં વિવશતા છે. માયુસી છે. લાચારી છે.
આપણી પ્રાકૃતિક ગણાયેલી ક્રિયાઓ આહાર-નિદ્રા-ભય વગેરે પણ પ્રાકૃત નથી રહેતી – સ્વતંત્ર નથી રહેતી – એમાંથી જાગરણ ખસ્યું – એટલે સ્વસ્થતા ગઈ. આહારમાંથી ગઈ, અસ્વસ્થ થયા. નિદ્રા ગઈ, વ્યાધિગ્રસ્ત થયા. Once you are in bed you are dead. ગાંધીજી 10-15 મિનિટ પણ સૂઈ શકતા. જાગરણને કબજે કર્યું એવું કહેવાનું મન થઈ જાય. કેટલું બધું કરતા તોપણ સ્વતંત્ર ! મહાપુરુષો દ્વારા વિશ્વને જે મળ્યું તે જાગરણની પળોમાં ઝડપ્યું, ઝમ્યું, એમાંથી જ. જ્યાં તન્દ્રા આવી ત્યાં વિશ્વ આખું તારાજ. પછી હિટલર-ચંગીઝખાન કે તૈમૂરલંગ હોય. કલાકાર – કેવા જાગરણથી કલા સાધ્ય કરે છે. પણ જુઓ મંચ ઉપર. કેવી સહજતા, કેવું અદ્દભુત લાગે છે ! ક્યારેક એવું લાગે કે કલાનું સ્વાતંત્ર્ય-કલાકારમાં ગોપાઈ ગયું અને ક્યારેક લાગે કે કલાકાર કલામાં ખોવાઈ ગયો – કલા અને કલાકાર આમ જુઓ તો એકાકાર – છતાં સ્વતંત્ર છે – જાગૃત છે. જાગરણ જ આપણને ભીતરથી પ્રેરણા આપે. બહાર મદાર ઓછો રાખવો પડે એ રીતે આપણે પ્રેરણા માટે સ્વતંત્ર. જાગરણ જ આપણને બહારની નિંદાથી વિચલિત ન થવાનું શીખવે. એ રીતે કોઈ Reaction નહીં બતાવવાની એ રીતે આપણે ‘સ્વતંત્ર’. બહારની-ક્રિયા-બીજાની ક્રિયા, અજ્ઞાનપૂર્ણ કર્મ – એ બધાથી સ્વતંત્ર રાખવાનું કામ consciousness કરે છે. અને તેથી જ To be conscious is to be free.
ફળ પણ વૃક્ષની અંતિમ વસ્તુ હોઈ આપણે પણ આનું બધું શું ‘ફળ’ એમ લખી ફળની પ્રાપ્તિ અર્થે consciousness મૂકી ‘પર તંત્ર’માં પડીએ છીએ. એ પછી પદ, પ્રતિષ્ઠા, સંપત્તિ ગમે તે હોય. વૃક્ષ પણ ‘ફળ’નો ત્યાગ કરે છે. પકવ થાય ત્યાં સુધી પ્રતીક્ષા કરે-પરંતુ ‘નિજ’ ને ‘નીતિ’નો ઉઘાડ-ખીલવણી જેણે કરી એનો પણ ત્યાગ કરે છે. ભીતરે એવાં અનેક વૃક્ષો સર્જી શકે એવી ક્ષમતા – સ્વતંત્રતા હોય છે. માનવનું પણ એવું છે એમ લાગે છે. બે-ત્રણ વાત એમ જ ઉમેરવાની રહી જાય છે. આપણે સભાનતા અને જાગરણ બેને ક્યારેક ભેગાં કરી ગરબડ કરી મૂકીએ છીએ. દા..ત, આપણે કોઈને વક્તા બનવા સૂચન આપીએ ત્યારે અભાનપણે કહેતા હોઈએ છીએ, ‘યાર, શ્રોતાઓ છે એમ conscious નથી થઈ જવાનું’, વાસ્તવમાં આપણે એને ‘પોતે છે’ ‘કેવું લાગે છે’ સામેના બીજા લોકો પર કેવી છાપ પડે છે એ વિચારવું નહીં એમ કહી એને ‘પરતંત્ર’માંથી અલગ રહેવાનું કહેતા હોઈએ છીએ. બીજાનું તંત્ર આપણા તંત્ર વિશે શું કહે છે શું ધારે છે એ માટે સાવધાની રાખવા જેવી, એ consciousness નથી મૂળે એ ‘છાપ’ ‘પ્રતિભા’ આંશિક તત્કાલીન યશ પ્રાપ્તિ માટેની સ્થૂળ લાલસાને અડેલી સાવધાની છે consciousness નથી. Conscious તો અધ્યયન કે અનુભૂતિમાંથી જે સહજ સરી પડે એ થવા દેવું એમ કહેશે. હા, અધ્યયન અને અનુભૂતિઓના પહાડોમાં થઈને વહેતું ઝરણ જેને તરબોળ કરે – શુચિતા સ્નાન કરાવે એ અલગ છે.
બીજી ગરબડ ‘ગંભીરતાથી’ લેવું અને conscious થઈ જવું એમાં પણ થાય છે. છોકરી જોવા છોકરો કે એથી જુદું બને ત્યારે દીકરીને conscious નહીં થઈ જવા હિતેચ્છુઓ સલાહ આપતા હોય છે. વાસ્તવમાં એ સંકોચ ‘ભય’ ‘અપારદર્શિતા’ ડર ન રાખવો એ સામાન્ય અર્થમાં વાપરી બેસીએ છીએ. Conscious-totality થી થવા ઠીક ઠીક સાધના કરવી પડે છે. સાધનાની બે બાધાઓ. નિત્યનો અનાભ્યાસ અને જાતમાં અવિશ્વાસ. અભ્યાસમાં ધ્યાન-ચિંતન ‘સ્વ’ અધ્યયન બધું સમાય. વિશ્વાસ-અનુભવ પછી અનુભવ અને એમાંથી નિષ્પન્ન થતું conscience વિવેકનું નવનીત આપણને ધીરે ધીરે પેલું નાનું વર્તુળ મોટું કરવાની દિશામાં લઈ જાય છે.
શેષ જેટલી પણ જગ્યા રહે છે – એકાત્મતા બે વર્તુળની જેટલી બાકી રહે છે એમાંથી વહી જતી ક્રિયા-વાચા-આપણને રવાડે ચડાવે છે. લગભગ તટસ્થ રીતે જોઈએ તો આ છબરડાઓ જ આપણને ચક્કર ચક્કર ફેરવે છે. આપણે તો પેલા બે વર્તુળોને વીસરી-અભાનપણે લઈ લીધેલા નિર્ણયો પાછળ હડી કાઢતા થઈ જઈએ છીએ. ક્યારેક એટલી ગતિથી કે લોકો આપણને ‘કર્મયોગી’ કહી વળી પ્રશંસાનો શરાબ પાય છે. આમ, સભાનતા, ગંભીરતા, ચીવટ, કાળજી વગેરે સાથે consciousness ને ભેળસેળ કરતાં બચવું જોઈએ.
No comments:
Post a Comment